top of page
અમારા વિશે
જ્ઞાન અને અનુભવનો સંગમ એટલે
"પ્રિન્ટિંગ સમાચાર"
પ્રિન્ટિંગ સમાચાર એ પ્રિન્ટિંગ, પેકેજીંગ, ડીજીટલ ઇમેજિંગ, લેબલ પ્રિન્ટિંગ વગેરે તમામ પ્રકારના પ્રિન્ટિંગ ઉદ્યોગને
વ્યાપકપણે આવરી લેતું ગુજરાતનું અગ્રણી માસિક મેગેઝિન છે. આ મેગેઝિન છેલ્લા ૨૩ વર્ષથી અમદાવાદથી
પ્રકાશિત થાય છે અને તેને ઉદ્યોગ તરફથી ઉત્તમ પ્રતિસાદ મળ્યો છે.
પ્રિન્ટિંગ સમાચાર એ ગુજરાતમાં પ્રિન્ટિંગ અને ગ્રાફિક્સ ઉદ્યોગના વિકાસ અને પ્રગતિમાં મહત્વની ભૂમિકા ભજવી
છે. તેણે ભારતના તથા વિદેશી ઉત્પાદકોને બજારની ઊંડાણપૂર્વક સમીક્ષા પણ પ્રદાન કરી છે.
ગુજરાત રાજ્યના પ્રિન્ટિંગ તથા સંલગ્ન ઉદ્યોગના તમામ એસોસીએશનોએ પ્રિન્ટિંગ સમાચારને સંપૂર્ણ સહયોગ
આપેલો છે અને અવાર નવાર વિવિધ પ્રકારે સન્માન પ્રદાન કરેલું છે. આ ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાએ પણ પ્રતિષ્ઠિત
એસોસીએશનો દ્વારા પ્રિન્ટિંગ સમાચારને સન્માનિત કરવામાં આવેલ છે.
રાષ્ટ્રીય કક્ષાએ સમયાંતરે યોજાતા વિવિધ પ્રિન્ટિંગ પ્રદર્શનોમાં પ્રિન્ટિંગ સમાચાર મીડિયા પાર્ટનર તરીકે જોડાઈને સતત
મુદ્રણ ઉદ્યોગને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રદર્શનો, ટેકનીકલ કોન્ફરન્સમાં વગેરે બાબતે માહિતગાર કરી રહ્યા છે. અને
મુદ્રણ ઉદ્યોગને સતત વર્તમાન તથા ભવિષ્યની ટેકનોલોજી અને પ્રવાહોથી હંમેશા માહિતગાર કરવાનો પ્રયત્ન કરતા
આવ્યા છે.
પ્રિન્ટિંગ સમાચાર નિયમિતપણે મુદ્રણ ઉદ્યોગના વિવિધ વિષયોને આવરી લે છે જેમ કે:
• ઉદ્યોગ સમાચાર • ઉત્પાદન પ્રોફાઇલ • ઉત્પાદન અપડેટ • આવનારી ઘટનાઓ • વર્ગીકૃત કૉલમ્સ • ટેકનિકલ લેખ
• ક્રિયાપ્રતિક્રિયા અને ઘણું બધું…..
મિશન
પ્રિન્ટિંગ સમાચાર દ્વારા પ્રિન્ટિંગ, પેકેજિંગ અને સંલગ્ન ઉદ્યોગોને વિકસાવવામાં મદદ કરવા અને
પ્રિન્ટ પ્રદર્શનો, પરિષદો.
દ્રષ્ટિ
ગુજરાતમાં વિશ્વસ્તરીય પ્રિન્ટીંગ અને પેકેજીંગનું ઉત્પાદન મેળવવું. ગુજરાત હોવું જોઈએ
કોઈપણ પ્રકારના પ્રિન્ટિંગ-પેકેજિંગ કામ માટે વૈશ્વિક હબ.
bottom of page